Life I જીવન માં એવી કઈ વસ્તુ/વાત છે જે ક્યારેય ન કરવી જોઈએ?

what-are-the-things-in-life-that-should-never-be-done. જીવન માં એવી કઈ વસ્તુ/વાત છે જે ક્યારેય ન કરવી જોઈએ?

May 27, 2020

Life-જીવન માં એવી કઈ વસ્તુ/વાત છે જે ક્યારેય ન કરવી જોઈએ, એવો પ્રશ્ન ક્વોરા.કોમ ઉપર એક વાચકે મને પૂછ્યો હતો કે જેનો મારા અનુભવને આધારે મેં આપેલ જવાબ અહીં છે, અને એ જ જવાબ નીચે પ્રસ્તુત કરું છું.

  1. કોઈ પણ વિષયમાં, ભલે તમે સાચા હોવો કે ખોટા, મગજમારી અને કકળાટ ટાળો. તમારું માનસિક સ્વાસ્થ્ય અને મુડ જાળવવું.
  2. અંગત સંબંધોમાં જૂઠું બોલવું નહીં. લોકો તમારા સારા ઇરાદા ને નહીં સમજી શકે. બોલવું જ પડે, તો એના જોખમોને પણ સમજવું, સ્વીકાર કરવું.
  3. કોઈ ટીકા કરે તો બેપરવાહ રહેવું. છેલ્લે તમારું કામ જ બોલશે.
  4. મિત્રો અને પરિવારના સદસ્યો સાથે અપેક્ષા રાખવી નહીં. અને વાતચીતમાં એમને શુ કર્યું, ના કર્યું એ વિવાદ ટાળવો.
  5. કોઈ પણ સંજોગમાં જીભની મીઠાશ ખોવી નહીં. તમે સાચા હોવો, અને તમારો પક્ષ મુકવો જરૂરી જ હોય તો લડાઈ બુદ્ધિથી કરવી. કોઈ પણ લડાઈમાં કોઈને માનસિક પીડા થાય એવા શબ્દો નહીં, પણ સત્યની જીત થાય, અથવા તમારું હિત સચવાય એ પુરતું ધ્યાન રાખી પોઝિટિવ ડિબેટ કરવી.
  6. માતાપિતા, ભાઈબહેન, મિત્રો અને સ્પાઉઝ ને હૂંફ અને સપોર્ટ મળે એવી ચર્ચા કરો. ટીકા તો આખું ગામ એમની કરતું હશે.
  7. ગુસ્સે થયેલી વ્યક્તિ સાથે પ્રેમથી ચર્ચા કરો. એમને ખબર નથી હોતી કે ગુસ્સો એમનું ખૂબ નુકસાન કરે છે.
  8. મનની શાંતિ ટકી રહે એવા સંવાદો કરો. ઈગો ટકી રહે એવા વિવાદો મનને ખૂબ હણે છે.
  9. ધંધાકીય સંબંધોમાં તમારી પોલિસી સ્પષ્ટ રાખો. લેખિત માં રાખો. ત્યાં સંકોચ નહીં જ કરવો. અને સ્થિતિ ખરાબ થાય તો વ્યવહારિક ધોરણે કાર્યવાહી કરવી, કાયદા મુજબ.
  10. કોઈ દુશ્મન બને એવા વાક્યો બોલવા નહીં. તમારા સાચા અને સારા હોવાથી કોઈ તમને દુશ્મન સમજે તો કોઈ ચિંતા કરવી નહીં. સફળતા માટે ટીકાકારો જરૂરી છે.
  11. મનની શાંતિ, સંબંધોની ગરિમા જળવાઈ રહે, લોકો તમારાથી માનસિક ત્રાસ, ડર ના અનુભવે એવી વાતો, વિચાર અને વ્યવહાર રાખવો જોઈએ.

ક્વોરો.કોમ ઉપર કર્ણવની પ્રોફાઈલ અહીં વિઝીટ કરો.

By Karnav Shah

Karnav Shah is a Life Transformational Strategist, Serial Social Entrepreneur, Author and Founder of NGO: JivanamAsteya.org. Find More about him: https://bit.ly/2xJuZL6

You May Also Like…

શું દિવસે દિવસે આપણો સમાજ (Samaj – society) વધુ હિંસક (violent) બની રહ્યો છે? કેમ?

શું દિવસે દિવસે આપણો સમાજ (Samaj – society) વધુ હિંસક (violent) બની રહ્યો છે? કેમ?

Samaj - Society: આપણો સમાજ એટલે કે માનવી પહેલેથી જ હિંસક રહ્યો છે. રોમન ઇતિહાસ, ઇસ્લામિક, યહૂદી અને મોડર્ન હિસ્ટ્રી ના...

Life Lesson – તમે તમારા ભૂતકાળમાંથી શીખ્યા તેવી સૌથી આવશ્યક વસ્તુઓ કઈ કઈ છે?

Life Lesson – તમે તમારા ભૂતકાળમાંથી શીખ્યા તેવી સૌથી આવશ્યક વસ્તુઓ કઈ કઈ છે?

જીવનની સૌથી જરૂરી શીખ હું તીવ્ર વેદના, અનુભવો અને સ્વાજનોને ગુમાવીને જ શીખ્યો છુ. મારી સત્ય હકીકત આ લિંક ઉપર જોઈ શકો...

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *