શું દિવસે દિવસે આપણો સમાજ (Samaj – society) વધુ હિંસક (violent) બની રહ્યો છે? કેમ?

શું દિવસે દિવસે આપણો સમાજ (Samaj - society) વધુ હિંસક (violent) બની રહ્યો છે? કેમ?

October 29, 2020

Samaj – Society: આપણો સમાજ એટલે કે માનવી પહેલેથી જ હિંસક રહ્યો છે. રોમન ઇતિહાસ, ઇસ્લામિક, યહૂદી અને મોડર્ન હિસ્ટ્રી ના સંદર્ભે જોવામાં આવે તો માણસ હંમેશા હિંસક જણાઈ આવેલ છે. ત્યારબાદ ધર્મના વિચારો અને પ્રચારોને કારણે ઈશ્વરનો ડર અને માનવીય લાગણીનો જન્મ થયો. કદાચ ધર્મની રચના જ હિંસા રોકવા માટે થઈ હશે, અથવા ધર્મનો અહિંસામાં મોટો ફાળો હશે એવું મારુ માનવું છે.

રાજકારણ અને રાજકીય મહત્વાકાંક્ષાઓ અને ધાર્મિક આધિપત્યની લાલચમાં ધર્મ પણ અનેક હિંસક યુદ્ધોનું કારણ બન્યું છે. આજે પણ આવા યુદ્ધો ચાલુ છે.

આંતકવાદ પછી ભલે એ સીરિયામાં હોય, ભારતમાં હોય, ઇરાક-અફઘાનિસ્તાનમાં હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ હોય એ આધુનિક શારીરિક હિંસાનું વિકૃત ઉદાહરણ છે. આવા કોઈ પણ આંતકવાદી હિંસા એ.સી ઓફિસમાં બેસેલા રાજકીય નેતા અને જેને આ હિંસાથી લાભ થઈ શકે છે (હથિયાર બનાવનારી કંપની વગેરે…) એમના સહકાર વિના અશક્ય છે.

શું તમને કોલ્ડ વોર (શીત યુદ્ધ) વિષે માહિતી છે?

કોલ્ડ વોરનો સમય ગાળો આશરે 1947 થી 1991 સુધીનો રહ્યો. શીત યુદ્ધ એ યુનાઇટેડ સ્ટેટ્સ (અમેરિકા) અને સોવિયત યુનિયન (આજનું રશિયા) અને તેમના સંબંધિત સાથીઓ વચ્ચે એક પ્રકારની રાજકીય હરીફાઈ હતી જે બીજા વિશ્વ યુદ્ધ પછી વિકસિત થઈ હતી. બંને મહાસત્તાઓ વચ્ચેની આ દુશ્મનાવટનું નામ જ્યોર્જ ઓરવેલ દ્વારા સૌ પ્રથમ 1945 માં પ્રકાશિત એક લેખમાં આપવામાં આવ્યું હતું. શીત યુદ્ધ એ રાષ્ટ્રો વચ્ચેના સંઘર્ષની સ્થિતિ છે જેમાં સીધી લશ્કરી કાર્યવાહીનો સમાવેશ થતો નથી, પરંતુ મુખ્યત્વે આર્થિક અને રાજકીય ક્રિયાઓ, પ્રચાર, જાસૂસીના કાર્યો દ્વારા ચલાવાયેલ પ્રોક્સી યુદ્ધ દ્વારા કરવામાં આવે છે.

અમેરિકાનો હંમેશા મિડલ ઈસ્ટના દેશોમાં ઓઈલ માટેનો રસ (ઇંટ્રેસ્ટ) રહેલ છે. જેની પાસે ઓઈલ એ વિશ્વનો રાજા. આ રાજા બનવાની દોડમાં એ સમયનું સોવિયેત યુનિયન પણ હતું. વિશ્વનો રાજા એક જ હોઈ શકે. વધુમાં, અમેરિકા મૂડીવાદી દેશ રહેલ છે, જયારે સોવિયેત યુનિયન સમાજવાદી અભિગમ ધરાવે છે. આથી, બન્ને દેશોની મૂળભૂત રહેણીકરણી, વિચારો જ પરસ્પર વિરોધના છે. જયારે પણ અમેરિકા અફઘાનિસ્તાન, ઇરાક ઉપર પોતાનું વર્ચસવ વધારતું આવેલ, એ સમયે રશિયાએ (ત્યારના સોવિયત યુનિયને) અરાજકતત્વોને ફન્ડીંગ કરેલ અને મિડલ ઈસ્ટમાં હંમેશા સિવિલ વૉર અને યુદ્ધને પ્રોત્સાહન પૂરું પાડેલ છે. આજ મુજબ ઇરાકને ઈરાન સામે લાડવા માટે અમેરિકાએ પ્રોત્સાહન પૂરું પડેલું. ઈરાનમાં પણ આજ સ્થિતિ રહે છે, અમેરિકા ઈરાનને દુશમન માને છે, જયારે રશિયા એના સપોર્ટમાં છે. આ રીતે સત્તાનું બેલેન્સ રહે છે, પોલિટિકલ અભિમાન પ્રેરિત હરીફાઈ ચાલે છે પણ લખો બાળકો, સ્ત્રી, પુરુષો અને પરિવારના મૃત્યુની કોઈ જવાબદારી નથી લેતું. ઓસામા બિન લાદેન પણ આજ શીત યુદ્ધનું પ્રોડક્ટ હતું. આમ, આપણે જે હિંસા દેખી રહ્યા છીએ, એને સળગાવનાર કહેવાતા બૌદ્ધિકો પણ હોઈ શકે છે. અહીંયા ધર્મનો મનફાવે એમ ખોટો ઉપયોગ કરી લોકોને ઉશ્કેરવામાં આવે છે. ભારતમાં હિન્દુ મુસ્લિમોનું તૃષ્ટિકરણ પણ એક ગંદી રાજનીતિ છે, જેને હું માનસિક વિકૃતિ અને માનસિક હિંસા કહીશ.

જન્મ ક્યાં લેવો એ આપણા હાથમાં નથી. આપણા વિચારો, આપણી ક્રિયાઓ આપણે સુધારી શકીએ છીએ, જે આપણે સમજતા હોવા છતાં પણ સુધારી નથી રહ્યા, કારણ કે આપણે બધા જ સ્વાર્થી છીએ, જેમાં કશું ખોટું નથી. સ્વાર્થીપણું એ માનવીના હોવાપણાનું જ એક લક્ષણ છે. પરંતુ, જે હિંસા આપણા બાળકોના ભવિષ્યને ખતમ કરી રહી છે, એ હિંસાને આપણે રોકવી ના જોઈએ?

ધર્મના નામે યહૂદીઓએ અત્યન્ત ક્રૂરતા સહન કરી છે. હોલોકોસ્ટ, જેને શોઆહ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે યુરોપિયન યહૂદીઓનો બીજા વિશ્વ યુદ્ધનો નરસંહાર હતો. 1941 થી 1945 ની વચ્ચે, જર્મન કબજે કરેલા યુરોપમાં, નાઝી જર્મની અને તેના સહયોગીઓએ યુરોપની યહૂદી વસ્તીના બે-તૃતીયાંશ લોકોની આસપાસ, લગભગ છ મિલિયન યહૂદીઓની હત્યા કરી હતી. મારા પરિવારની મારી નજર સામે હત્યા થાય તો એની પીડા, માનસિક પીડા કેવી હશે એ વિચાર માત્રથી મારા રૂવાંટા ઉભા થઈ જાય છે. જો તમે હિંસક નાઝીઓના સમુહમાં પણ માનવતા અને સાહસ કરી અનેક યહૂદીઓની જાન બચાવનાર વ્યક્તિ વિષે જાણવા માંગતા હોવો તો સ્ટીવન સ્પીલબર્ગનું મુવી ઘી સિન્ડલર લિસ્ટ ખાસ જોવું. આ માનવ ઇતિહાસમાં બનેલું સર્વશ્રેષ્ઠ મુવી છે, જે સત્યઘટના આધારિત છે.

Image Source: Here

આપણું સમાજ (samaj) હંમેશા હિંસક રહ્યું છે. પરંતુ, હવે એ માનસિક ત્રાસ-ક્રુરતામાં પણ માહિર થઈ રહ્યું છે. બે વ્યક્તિઓ એકબીજા સાથે કડવા શબ્દો, બેવફાઈ, ચીટિંગ જેવા કાર્યો કરી વિચિત્ર પ્રકારની મનોવેદના ઉભી કરે છે. ટીવી ન્યૂઝના એન્કર રાજનેતાઓ ઉપર આરોપ લગાવે છે, અને આજ રાજનેતાઓ બીજા પક્ષના નેતાઓ ઉપર આરોપ લગાવે છે, એ એમના પરિવારના સભ્યોના મનમાં માનસિક ત્રાસ ઉભો કરતો હશે.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપ્યા પછી, પોલીસ અધિકારી દ્વારા પણ સન્માન વિનાનો થતો વ્યવહાર એક માનસિક ક્રૂરતા છે. કોલ સેન્ટર પર ગ્રાહક કોલ કરીને સેવા માંગે છે ત્યારે ગોખેલા જવાબ આપનાર કંપનીના કર્મચારી પણ માનસિક વેદનાને જન્મ આપે છે. કોરોના કાળમાં હોસ્પિટલોના અમાનવીય બીલો પણ એક ક્રૂરતા છે. પતિ પત્ની અને પરિવારના સભ્યો વચ્ચે અપેક્ષાઓ અપૂર્ણ રહેતા સંબંધો ઉપર જે તિરાડો અથવા પૂર્ણવિરામ પડે છે, એ પેઢીઓ સુધી ચાલનારી માનસિક હિંસા છે. વચન આપીને ફરી જનારી સરકાર, મિત્રો, અને ભાગીદારો પણ માનસિક ક્રૂરતા આચરે છે. જે બાળકો અને મહિલાઓ ઉપર બળાત્કાર ગુજારવામાં આવે છે એમની શારીરિક વેદના કરતા વધુ ક્રૂર માનસિક હિંસા હોય છે જે આજીવન એમને માનસીક પીડા આપે છે. લોકલ સરકાર તમારું કામ ના કરે, શાળામાં એડમિશન નહી મળે ત્યારે, સામાન્ય માણસે ઉચ્ચ નેતા, સરકાર અથવા અધિકારી પાસે મદદની ભીગ મંગાવી પડે એ માનસિક ક્રૂરતા છે. તમારી પાસે બધાજ કાગળો હોવા છતાં પોલીસ તમને રસ્તામાં ઉભી રાખી ડરાવે, એ પણ માનસિક ભય ઉભો કરતી ક્રૂરતા છે. તમારી જ પત્ની તમારા ઉપર ખોટા કેશો કરશે, એવા નજીકના સંબંધોમાં ઉભી થતી અસુરક્ષત્તા પણ એક માનસિક વેદના છે. સ્ત્રીને સક્ષમ હોવા છતાં પણ પુરુષ સાથે નિષ્કારણ સરખાવી, ઓછું માન આપવામાં આવે છે, પ્રમોશનમાં ભેદભાવ રાખવામાં આવે છે એ સ્ત્રીઓ ઉપર કરવામાં આવતી કોર્પોરેટ હિંસા છે. આ હિંસા માટે આપણો સમાજ જવાબદાર છે. આપણે આજ સમાજના (Samaj) સભ્યો હોવાથી, આ માટે આપણે પણ કઈંકે અંશે જવાબદાર છીએ.

આથી, હું અનુભવે માનતો થયો છું કે શારીરિક હિંસા કરતા માનસિક હિંસા વધુ તીવ્ર હોય છે, અને આપણા સમાજમાં (Samaj) આ હિંસા દરેક ઘરમાં વત્તા ઓછા પ્રમાણમાં થઈ રહી છે. માનસિક હિંસાનું કોઈ સ્વરૂપ હોતું નથી. તમારું પ્રિય વ્યક્તિ મૃત્યુ પામે છે, ત્યારે જે શૂળ તમારા હૃદયમાં અને મનમાં ઉત્પન્ન થાય છે એ માનસિક વેદના છે. સુશાંત સિંહ રાજપૂત એ જે પણ કોઈ કારણોસર આત્મહત્યા કરી, એની પાછળની પીડા શારીરિક નહિ પરંતુ માનસિક રહી હશે. આપનો સમાજ માનસિક ક્રૂરતાના વિષયમાં સામુહિક રીતે હિંસક બની રહ્યો છે. આજ સમાજના લીડરશીપ ધરાવતા સ્ત્રી-પુરુષની જવાબદારી બને છે કે, સમાજના મૂળભૂત રૂઢિવાદ વિચારો, અપેક્ષાઓને તેઓ એક ક્રાંતિ દ્વારા બદલે.

આપણા સમાજ (Samaj) દ્વારા થતી માનસિક હિંસાનું સૌથી વધુ જો કોઈ પીડિત હોય તો એ સ્ત્રીઓ અને બાળકો છે. આ અત્યંત કરુણ ઘટના છે. કોઈ પણ આર્થિક વિકાસ, એવોર્ડો, સન્માન આપણા આ પછાતપણા અને ક્રૂર માનસિકતાને ઢાંકી શકે એમ નથી.

Image Source: WHO

કારણ વિનાની દુશમનાવટ, વડીલો દ્વારા આવીજ દુશમનાવટોને પ્રેરણા આપવું, બદલો લેવાની ભાવના, જરૂર પડે ત્યારે યુવાનોમાં માર્ગદર્શન આપનારની ગેરહાજરી, સરકારની ગંદી રાજનીતિ, હોલિસ્ટિક શિક્ષણનો અભાવ, અત્યંત સ્વાર્થીપણું, નિષ્કારણ પ્રોફેશનલિઝમ, કારણ વિનાની સ્પર્ધાઓ, પ્રોબ્લેમ સોલ્વ કરવાના અમાનવીય અભિગમો અને મૂડીવાદ તરફની આંધળી દોડ, જેવા કારણોને લીધે સમાજમાં હિંસાનું સ્તર વધી રહ્યું છે. ખોટું થઈ રહ્યું છે એનો વિરોધ નહિ કરવો એ પણ હિંસા માટેનું એક મહત્વનું કારણ છે. મીણબત્તીના દિવા, રસ્તા ઉપરના વિરોધ નહિ પણ વકીલ, ડોક્ટર, શિક્ષક, રાજકારણી બનીને સિસ્ટમના આ ભાગના હિસ્સા બનીને જ બદલાવ લાવી શકાશે.

સમાજના (Samaj) આ હિસ્સામાં જો કોઈ સંપૂર્ણ રીતે અહિંસક હોય, અને સમાજ-દુનિયાને પ્રેરણા આપી શકે એમ હોય તો એ બાળકો છે.
  1. ઉપરોક્ત વિચારો મારા વાંચન, અનુભવે રજુ કરેલ છે.
  2. Cold War – Wikipedia
  3. The Holocaust – Wikipedia
  4. Sushant Singh Rajput – Wikipedia

આ જવાબ – લેખ પ્રથમ વખત કર્ણવ દ્વારા ક્વોરા.કોમ ઉપર અહીં લખવામાં આવેલ. કર્ણવ તમારી સાથે ગુજરાતી બ્લોગ વાંચવા અહીં ક્લિક કરો.

By Karnav Shah

Karnav Shah is a Life Transformational Strategist, Serial Social Entrepreneur, Author and Founder of NGO: JivanamAsteya.org. Find More about him: https://bit.ly/2xJuZL6

You May Also Like…

Life Lesson – તમે તમારા ભૂતકાળમાંથી શીખ્યા તેવી સૌથી આવશ્યક વસ્તુઓ કઈ કઈ છે?

Life Lesson – તમે તમારા ભૂતકાળમાંથી શીખ્યા તેવી સૌથી આવશ્યક વસ્તુઓ કઈ કઈ છે?

જીવનની સૌથી જરૂરી શીખ હું તીવ્ર વેદના, અનુભવો અને સ્વાજનોને ગુમાવીને જ શીખ્યો છુ. મારી સત્ય હકીકત આ લિંક ઉપર જોઈ શકો...

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *