જીઓ ફેસબુક (Jio Facebook) ડીલથી આપણને કઈ સુવિધાઓ મળશે?

જીઓ - ફેસબુક (Jio Facebook) ડીલથી આપણને કઈ સુવિધાઓ મળશે?

May 25, 2020

Jio Facebook Deal: જિયો (Jio) પ્લેટફોર્મમાં 10 ટકા હિસ્સો ખરીદવા માટે ફેસબુકે (Facebook) 5.7 અબજ ડોલર (રૂ.43,57474 કરોડ) ના રોકાણની ઘોષણા કર્યા પછી બુધવારે (May 2020) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર્સ 10.3 ટકા ઉછળ્યાં.

જેમની પાસે રિલાયન્સ ના શેર હતા એમને ક્રેશ ગયેલા શેરબજારમાં સારો નફો થયો. મારા જેવા જેને ફ્યુચર અને ઓપ્શનમાં કામ કર્યું એને ખૂબ નફો થયો.

ઓઇલ સેકટરમાં રીલાયન્સ ને મોટા નુકસાનનો અંદેશો હતો. વૈશ્વિક સ્તરે પણ ઓઇલ કંપનીઓને નુકસાન થયું, એમાં રીલાયન્સનો પણ સમાવેશ થાય છે. રીલાયન્સ ઘણા ટાઈમથી જાણે છે કે એને નવા વેપારમાં હાથ અજમાવો પડશે, જીઓ, રિટેલ બિઝનેસ એના જ પરિણામ છે. ફેસબુક સાથેની ભાગીદારી કરતા પણ આ ડીલના ટાઈમિંગની દાદ આપવી પડે. મુકેશ અંબાણીએ એમના પિતા જેવી જ ધંધાકીય કૌશલતા પુરવાર કરી એમ કહી શકાય. વધુમાં, સારું કહો અથવા ખરાબ પણ આ ડીલ એક બિઝનેસ નિર્ણય છે જે એક પોલિટિકલ પ્રકારનો નિર્ણય મને જણાય છે, જેમાં રીલાયન્સના ઉચ્ચ મેનેજમેન્ટ અને એના હિતોનું ધ્યાન રાખવામાં આવ્યું છે, અને લોકોની મનોવૈજ્ઞાનિક સ્થિતિનો લાભ લેવામાં આવ્યો છે.

એ બાબતમાં કોઈ શંકા નથી કે વર્તમાન મેનેજમેન્ટ ની સ્કિલ અને અનુભવ રીલાયન્સને ઘણી ઊંચાઈઓ બતાવશે. પરંતુ, તૂટતા માર્કેટમાં, તૂટતા ક્રૂડ ભાવમાં રીલાયન્સના શેર ખુબજ નીચે પડી ગયા હતા, અને ખૂબ જ ઊંચું દેવું રીલાયન્સનું ડિફોલ્ટ રિસ્ક વધારી શકે એમ છે. આ સ્થિતિમાં નિવેશકોમાં આશા જીવતી રાખવા, ભવિષ્યમાં જે નિર્ણયો લેવાના હતા, એ પડતા બજારમાં લઈને રિલાયન્સનો શેર ઉપર લાવવામાં આવ્યો. ત્યાર બાદ, મારી સમજ મુજબ દેવા ઓછા કરવા, દેવા મુક્ત થવા માટે રીલાયન્સએ રાઈટ ઇસ્યુની જાહેરાત કરી એ પણ ડિસ્કાઉન્ટ કિંમતે. શેરમાં પાછું થોડી ગતિ આવી, જે છેલ્લે નિફ્ટીને પણ ઉપર લઈ ગયુ. લોકોની માનસિકતાનો આ લાભ લેવામાં આવ્યો છે.

ઊંચા ભાવે રાઈટ શેર ઇસ્યુ કરી, આમ જનતા પાસેથી પૈસા લઈ રિલાયન્સ પોતાના દેવા અને તકલીફમાંથી બહાર આવવાના પ્રયાસ કરશે. આ પૈસા કમાવવા માટે ફેસબુકની અને સિલ્વર લેક સાથેની ભાગીદારીની જાહેરાતે જ મુકેશ અંબાણી, રિલાયન્સ અને એના શેરધારકોની ફાયદો કરવી આપ્યો, પરંતુ આ જુગાર છે, રિલાયન્સ માટે મહેનત વિનાની આવક છે. આ એક કુશળ અને રાજનૈતિક બિઝનેસ પોલિટિક્સ છે, જેને રિલાયન્સનું ધાર્યું કામ પાર પાડ્યું.

જેને રાઈટ ઇસ્યુ મળશે, અને જેણે ઊંચા ભાવે શેર લીધા હશે, હોઈ શકે પડતા બજાર અને વર્તમાન સંભવિત રિસેશન માં એમને નુકસાન ભોગવવું પડે. હું રીલાયન્સ શેરમાં નિવેશ કરવાની રાહ જોઈને બેઠો છું, પરંતુ રીલાયન્સની આ મનોવૈજ્ઞાનિક રમતમાં હું ટ્રેપ નહીં થઉ. જે દેખાયી રહ્યું છે એ કામ ચલાઉ છે, અને કુત્રિમ છે. એ પણ હું માનું છું કે લોન્ગ ટર્મ માટે રિલાયન્સ નિવેશકો માટે ખૂબ જ નફાકારક થઈ શકે.

હવે રિલાયન્સ અને જીઓ ડીલ ના ફાયદા જોઈએ:

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ) ના એકમ, જિયો પ્લેટફોર્મ્સ પર ફેસબુક રોકાણ કરશે, ખાસ કરીને તેના વોટ્સએપ યુનિટ માટે. આમાં ફાયદો રિલાયન્સ અને ફેસબુકનો છે. આ ડીલના પૈસાથી રિલાયન્સને દેવમુક્ત થવા મદદ મળશે, અને ફેસબુકની ભારતમાં જોઈએ એવી એન્ટ્રી. ફેસબુકના મારા મત મુજબ સરકાર સાથે હોવા જોઇએ એવા સંબંધો નથી અર્થાત સરકારને ધારેલા કામ પાર પાડવા રાજી કરો શકે એટલી સક્ષમ નથી, જ્યારે રિલાયન્સ સરકાર અને ગ્રાહકો બન્ને ને પ્રેરિત કરી શકે છે. રિલાયન્સની ભારતના માર્કેટમાં શાખ અને નેટવર્ક પણ ઉત્તમ છે. ફેસબુક રિલાયન્સ માટે સંકટ સમયના હનુમાન છે, જ્યારે રિલાયન્સ ફેસબુક માટે સાપસીડી છે, જેમાં સાપ નથી. એ વાતની નોંધ લેવી કે રાજનીતિમાં ઉચ્ચ હોદ્દા ઉપર બેસેલી વ્યક્તિનો પાવર, પૈસા કરતા પણ વધુ હોય છે, જે વાત ફેસબુક જાણે છે, અને રિલાયન્સ સાથેના ધંધાકીય સંબંધો, એ ફેસબુકની પોઝિટિવ ચાણક્યનીતિનું પરિણામ છે, જેથી ભારતમાં ધંધાકીય વિસ્તરણ સમયે, રાજનૈતિક પરિબળો સામે પણ ફેસબુક પોતે એના હિતોની રક્ષા કરી શકે.

જિઓ પ્લેટફોર્મ્સ, રિલાયન્સ રિટેલ અને વોટ્સએપ દ્વારા ક્રોસ લીવરેજ ઇકોમર્સ પ્લેટફોર્મ જિઓમાર્ટ અને વોટ્સએપ પર બંને વ્યવસાયોને વધારવા માટે એક વ્યવસાયિક કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે. રિલાયન્સ રિટેલ એ આરઆઈએલનું રિટેલ યુનિટ છે.

આરઆઇએલએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કંપનીઓ નજીકના કિરણોને પહોંચી વળવા સક્ષમ છે કે નહીં તે સુનિશ્ચિત કરવા માટે કંપનીઓ નજીકથી કામ કરશે. રિલાયન્સ ઇન્ડિયાનું એમેઝોન અને ફ્લિપકાર્ટ મોડલ એના આધુનિક રૂપમાં વિકસાવવાના પ્રયાસમાં પણ હોય એમ જણાય છે. ટૂંકમાં રિલાયન્સ પ્રયાસ કરી રહેલ છે કે ગ્રાહકો સાથે સીધુ જોડાઈ શકાય એવા બીઝનેસ મોડલો વિકસિત કરવા, અને પોતાની શાખ અને નેટવર્કનો ફાયદો એ કાર્યને પાર પાડવા ઉઠાવવો, જે જરૂરી પણ છે. જો રિલાયન્સે આ બદલાવ સ્વીકાર્ય નહીં હોતે તો, ભવિષ્યના વર્ષોમાં રિલાયન્સ પડતી તરફ જઈ શકે એમ હતી. રિલાયન્સની આ ડીલ હજી સરકાર દ્વારા તપાસ હેઠળ છે, આમ એ આયોજન પૂર્વક આગળ વધશે.

કોરોના પછી ભારતની રિકવરી ઝડપી થશે, અને બધા જ જાણે છે હવે સમય ડિજિટલ ટેક્નોલોજીનો છે, ફેસબુક સાથેની ભાગીદારી ગ્રાહકોના ઓનલાઈન અનુભવને વધુ સારો બનાવશે. એડવાન્સ ટેકનોલોજી ફેસબુક પાસેથી મેળવી, રિલાયન્સ કમ્યુનિકેશન અને ઓનલાઈન સેવાઓ અને કોમર્સ ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રિલાયન્સ રિસ્ક ટેકર છે, એને સંભાવનાઓ ઉપર જોખમ લીધું છે, એની સફળતા ભવિષ્ય ઉપર આધાર રાખે છે. વર્તમાનમાં એને દેવું ચૂકવવા કશું જ કર્યા વિના રકમ મળી છે, અને પડી ગયેલા શેરો પણ હાઈ કરી દીધા છે. રિલાયન્સને જે જોઈતું હતું વર્ષોથી એ મળી ગયુ છે. કૌશલ્ય ધરાવનાર ટ્રેડર અને શેરમાં લાંબા સમય માટે રોકાણ કરાવનારને રિલાયન્સે હંમેશા લાભ જ આપ્યો હશે.

આમ જનતા જેનો રિલાયન્સે પગાર કાપ્યો છે એ અને ગ્રાહકો જે ખુશ થાય છે, એમને અત્યારે અહમ પોષવા સોશ્યલ મીડિયામાં ફોરવર્ડ કરવા જે મેસેજો મળ્યા છે એ જ લાભ. બાકી, રિલાયન્સની 4જી ઇન્ટરનેટ સેવાઓ પણ હવે કહી રહી છે મને 3જી કરતા બહેતર બનાવો. નિવેશક તરીકે હું રિલાયન્સ ઉપર દાવ હંમેશા રમી શકું, બાકી ગ્રાહક તરીકે રિલાયન્સ કોઈ ચમત્કાર નથી કરવાની, એને જે કરવું હતું, જેના માટે કરવું હતું એ કરી ચુકી છે. થોભો અને રાહ જોવો. વધુમાં રીલાયન્સ એક ડેરિંગ કંપની છે, કહીયે તો છપ્પન ની છાતી ધરાવે છે. હું રિલાયન્સની સેવાથી એટલો પ્રભાવિત નથી જેટલો એના બિઝનેસ સેન્સ અને રાજનૈતિક કૌશલતાનો ચાહક છુ. રિલાયન્સના નિવેશક તરીકે હું ખુશ અને નફાકારક છુ.

ખુલાસા: ઉપરોક્ત મારા અંગત અભિપ્રાય અને સંભવિત અંદાજ છે. હોઈ શકે કે તમારો અને મારો અભિપ્રાય અલગ હોઈ શકે. ડીલ અંગેની અમુક માહિતીઓ લિંક નીચે સામેલ છે. રાઈટ ઈશ્યુ સુધી રિલાયન્સના શેર ઊંચા રાખવા આવી જ બીજી ડિલોની પણ જાહેરાત થઈ શકે છે.

આ પ્રશ્નનો જવાબ પ્રથમ વખત કર્ણવ દ્વારા ક્વોરા.કોમ (Quora.com) ઉપર લખવામાં આવ્યો હતો. કર્ણવ શાહની ક્વોરા પ્રોફાઈલ માટે અહીં ક્લિક કરો.

Reference:

Facebook buys a 9.99% stake in Reliance Jio for Rs 43,574 crore

Facebook still at odds with the government over WhatsApp monitoring

India issues notice to Facebook over data breach

India government, Facebook spar over decryption laws at the top court

Facebook-Reliance Jio deal: Social media giant pumps in Rs 43,574 crore in Mukesh Ambani’s telco; 10 points

Reliance Industries announces pay cuts, Mukesh Ambani to forgo entire compensation

Reliance’s pay cuts to save only Rs 600 crore annually for Rs 6.6 lakh crore company

Mukesh Puts Own Cash To Pare Down RIL Debt; His Playbook Is Different From Dad Dhirubhai’s

By Karnav Shah

Karnav Shah is a Life Transformational Strategist, Serial Social Entrepreneur, Author and Founder of NGO: JivanamAsteya.org. Find More about him: https://bit.ly/2xJuZL6

You May Also Like…

શું દિવસે દિવસે આપણો સમાજ (Samaj – society) વધુ હિંસક (violent) બની રહ્યો છે? કેમ?

શું દિવસે દિવસે આપણો સમાજ (Samaj – society) વધુ હિંસક (violent) બની રહ્યો છે? કેમ?

Samaj - Society: આપણો સમાજ એટલે કે માનવી પહેલેથી જ હિંસક રહ્યો છે. રોમન ઇતિહાસ, ઇસ્લામિક, યહૂદી અને મોડર્ન હિસ્ટ્રી ના...

Life Lesson – તમે તમારા ભૂતકાળમાંથી શીખ્યા તેવી સૌથી આવશ્યક વસ્તુઓ કઈ કઈ છે?

Life Lesson – તમે તમારા ભૂતકાળમાંથી શીખ્યા તેવી સૌથી આવશ્યક વસ્તુઓ કઈ કઈ છે?

જીવનની સૌથી જરૂરી શીખ હું તીવ્ર વેદના, અનુભવો અને સ્વાજનોને ગુમાવીને જ શીખ્યો છુ. મારી સત્ય હકીકત આ લિંક ઉપર જોઈ શકો...

0 Comments

Submit a Comment

Your email address will not be published. Required fields are marked *